કોવિડ 19 વિશ્વ મહામારી અંતર્ગત ભારત દેશમાં સરકારશ્રીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કોવિડ 19 રોગચારા અટકાયતી પગલા અર્થે 10- 4-2023 ના રોજ આણંદ જિલ્લામાં જનરલ હોસ્પિટલ ખાતે મોગદ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.બી. કાપડિયાના અધ્યક્ષ સ્થાને હતી.મોકડ્રીલ દરમિયાન જનરલ હોસ્પિટલના આધિક્ષક ડૉ. અમર પંડ્યા, આર એમ ઓ ડૉ. દલવાડી, ડૉ. પંચાલ તેમજ જનરલ હોસ્પિટલ આણંદના સ્ટાફના સહયોગ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 ને સારવાર લગતી દવાઓ, ઓક્સિજન,  વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ અને સ્ટાફ સહિતની તમામ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરી સ્થળ તપાસ કરી માહિતી મેળવી આણંદ જિલ્લામાં જુદી જુદી સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકડ્રીલ  કરવામાં આવી હતી.આ દિવસોમાં મહામારીને પહોંચી વળવા આગોતરું સુચારું આયોજન હાથ ધરી આ અંગે મેડિકલ સ્ટાફ સાથે ગહન ચર્ચા વિચારણા કરાઈ હતી.

(સલમાન પઠાણ-ખંભાત)