સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૧૧ ૯૩૦ પર૨૩ ૦૧૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી,
ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય,
જે ગુન્હાના આરોપીને પકડી પાડવાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપીને ચોક્ક્સ બાતમી આધારે આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
(૧) પ્રદિપ દેવેન્દ્રભાઇ વાધેલા ઉ.વ.૨૩, ધંધો.હિરા ઘસવાનો,રહે.સાવરકુંડલા,મણીનગર, જી.અમરેલી,
આ કામગીરી ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય,
જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.
જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં બનતા અપહરણ તથા પોકસો એકટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા એ.એસ.આઇ. હિગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, હેડ કોન્સ. અમાનભાઇ યાસિનભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.