શહેરના ન્યુ રીંગ રોડ ઉપર આવેલ મુરલીધર ફાર્મ ખાતે આહીર લીગલ ફોરમ રાજકોટની પ્રથમ કારોબારી બેઠક મળી હતી જેમાં આ ગ્રુપની રચના કરવાના મુખ્ય હેતુઓની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આહીર સમાજ હાલઅ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે સમાજના છેવાડાના માણસ સુધી કાયદાકીય સલાહ સૂચનની જરૂર હોય ત્યારે હંમેશા સમાજ માટે ઉપયોગી બનવું આ સંગઠનનો મુખ્ય ધ્યાય રહેશે. તે માટે આવનારા દિવસોમાં રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં આહીર સમાજના આગેવાનોને સાથે રાખીને વિસ્તાર વાઈઝ ગ્રુપ મીટીંગો અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. સમાજમાં અમુક કૌટુંબીક વિવાદો કે વૈવાહીક જીવનના વિવાદો કોર્ટ કચેરી સુધી બને ત્યાં સુધી ન પહોંચે અને આર્થિક રીતે માણસ ખર્ચાય ન જાય અને ઘર મેળે જ બન્ને પક્ષના હિતમાં સમાધાન માટે આ સંગઠનની માર્ગદર્શક કમીટી કામ કરશે. સોશ્યલ મીડીયાનો સમય છે તો આ સંગઠન આ પ્લેટફોર્મનો સદ ઉપયોગ કરીને જુદી જુદી કાયદાકીય બાબતે વેબીનારના આયોજન પણ કરશે. નિમણુંક પામેલ તમામ હોદેદારોની ટર્મની મુદત 1 વર્ષની રહેશે. દર વર્ષે કારોબારી મીટીંગમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવશે. સાથે સાથે એક માર્ગદર્શક કમીટીની પણ રચવા કરવામાં આવી છે.