સાળંગપુર હનુમાન મંદિર ના વ્યવસ્થાપકો મંદિરને પોતાની જાગીર સમજી બેઠા હોય તેવું વર્તન મીડિયા સાથે કર્યું...
સાળંગપુર હનુમાન જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લાનાં પત્રકારને કંકોત્રી, આમંત્રણ પત્રિકા મોકલી કાર્યક્રમ ની પ્રસિદ્ધિ માં સહયોગ આપવા બોલાવવામાં આવે છે, જ્યારે કેટલાંય કિલો મીટર દુર થી પોતાનાં ખર્ચે દાદાની સેવામાં, પોતાનાં કેમેરા સહિતની શૂટિંગ કરવાની સામગ્રી સાથે લાવે છે પરંતુ તેઓને શૂટિંગ કરવા દેવામા આવતું નથી. કોઠારી સ્વામીની મંજુરી છતાં સાળંગપુર મંદીર વતી આઈટીનો સ્વતંત્ર હવાલો ભોગવતાં આઇટી હેડ દ્વારા પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી .. મંદીરનાં કાર્યક્રમો નુ શૂટિંગ કરવાનો માત્ર ને માત્ર મંદિરની ટીમ ને રાઈટ છે આ અમારી માલિકી ની પ્રીમાઇસિસ છે આ કાર્યક્રમ અમારો છે તો પ્રસારણનો હક્ક પણ saalangpur mandir ni you tube ચેનલ ને જ છે તેવું જણાવી, કોઠારી વિવેક સાગર નાં કહેવા છતાં શુટિંગ કરતાં રોકવામાં આવે છે, તેમ છતાં સાળંગપુર હનુમાનજીદાદા સાથેનો ભક્ત ભગવાનનો નાતો હોય મીડિયા કર્મીઓ દ્વારા શુટીંગ બંધ કરી દેવામા આવે છે, ફરીવાર કોઠારી સ્વામીને રજૂઆતમાં તેઓ સાળંગપુર મંદીરની you tube channel માંથી લિંક મેળવી તમારી ચેનલમાં કાર્યક્રમ બતાવો તેવું જણાવે છે જ્યારે લિંક મેળવી સમાચાર ની ચેનલમાં કાર્યક્રમ પ્રસારણ કરવામાં આવ્યો ત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી બીજા દીવસે સવારે સમાચારની ચેનલ બંધ કરી દેવાનાં ઇરાદે ચેનલમાં "સ્ટ્રાઇક" આપવામાં આવે છે ત્યારે મીડિયા કર્મીઓ સાથે મંદીરનાં વહીવટ કર્તાઓ નું આવું મનસ્વી, ઉદ્ધતાઈ ભર્યું, પોતાની ટ્રેડ માર્ક પેઢી જેવું વર્તન અયોગ્ય છે, દાદાની પ્રસિદ્ધિ માટે આપ પહેલાં કંકોત્રી આમંત્રણ આપી હરિભકતો મીડિયા ને બોલાવો છો ત્યારબાદ અમારી દાદા પ્રત્યેની આસ્થાનો ગેરફાયદો ઉઠાવો છો, સાળંગપુર હનમાનજીના મંદીરને મલ્ટી નેશનલ કંપની તરિકે ઊપયોગ કરી, લોકો ને હનુમાનજીના દર્શન કરવાના પણ નાણાં મંદિર ને જ મળવા જોઈએ તે ઇરાદે અન્ય કોઈ ને પ્રસારણ કરવાથી અટકાવવામાં આવે છે તો પ્રસારણ માટે આમંત્રણ શા માટે આપો છો.?? ભક્તોની દાદા પ્રત્યેની આસ્થાને લાગણીને માત્ર આવકનું સાધન સમજી અમો હરિભકતો ને કપાળે કઈક લખેલું સમજતા હોય તો, હરિભક્તોની સેવા આસ્થાનો અર્થ સાળંગપુર મંદીરનાં સંચાલકો એ સમજી લેવો જોઈએ , ત્યારે દાદાની સેવાના બદલામાં મીડિયા કર્મીઓ ને એક મલ્ટી નેશનલ કંપનીનાં પ્રતિનિધિ હોય તેવો અનુભવ થયો હોય તો અનેક હરિભકતો એ અનેક પ્રકારે દાદાના નામે સેવા નાણાં આપ્યાં હશે, તેઓને શું આવો અનુભવ નહીં થયો હોય ??તેવાં પ્રશ્ર્નો ઊઠી રહ્યાં છે...