આ વર્ષે ઓગસ્ટમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય વધીને રૂ. 10.73 લાખ કરોડ થયું છે. જુલાઈમાં UPI આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 10.63 લાખ કરોડ રૂપિયા હતું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, આ વર્ષના ઓગસ્ટ મહિનામાં UPI દ્વારા કુલ 6.57 બિલિયન (657 કરોડ) ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જે અગાઉના મહિનામાં 6.28 બિલિયન (628 કરોડ) હતા.
જૂનમાં રૂ. 10.14 લાખ કરોડના 5.86 અબજ વ્યવહારો થયા હતા. NCPI ફ્રેમવર્કના અન્ય ડેટાનું અવલોકન દર્શાવે છે કે ઑગસ્ટમાં ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર-આધારિત IMPS દ્વારા વ્યવહારો રૂ. 4.46 લાખ કરોડ હતા. ઓગસ્ટમાં IMPS દ્વારા કુલ 46.69 કરોડ વ્યવહારો થયા હતા. જુલાઈમાં કુલ 46.08 કરોડ ટ્રાન્ઝેક્શન પર તે રૂ. 4.45 લાખ કરોડ હતો. ટોલ પ્લાઝા પર FASTag વ્યવહારો ઓગસ્ટમાં રૂ. 4,245 કરોડ થયા, જે અગાઉના મહિનામાં રૂ. 4,162 કરોડ હતા.