જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.