રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ખાતે ડીગ્રી વગરના બોગસ ડોકટરો નો રાફડો ફાટતા સાથનિક પત્રકારો દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરતા આજરોજ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા બોગસ તબીબોના ચાલતા દવાખાનાઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી ડીસા તાલુકા આરોગ્ય ટીમ તથા જુનાડીસા પ્રાથમિક આરોગ્ય ટીમ તેમજ મેડિકલ ઓફિસર આસેડા ગૌસ્વામી સાહેબ સાથે રહીને જુનાડીસા ગામ ખાતે ચાલતા ડિગ્રી વગર ના બોગાસ દવાખાનાઓ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી જુનાડીસા ગામ ની અંદર ચાલતા એલોપેથીક તથા આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની ડિગ્રી પ્રમાણપત્ર ની ખાત્રી કરવા આવી પરંતુ ઓચિંતી તાપસ ની જાણ થતાં ની સાથે મોટા ભાગ ના દવાખાના બંધ હાલત માં જોવા મળ્યા ડીસા તાલુકા અધિકારી પી.એમ ચૌધરી સાહેબ દ્વારા જાણવા મળ્યું જે દવાખાના બંદ હાલત માં જોવા મળ્યા હતા તે માટે ઓચિંતી મુલાકાત લેવામાં આવશે જે પણ ડિગ્રી વગર ના ડૉક્ટર હશે તેમના છોડવામાં આવશે અને જુનાડીસા ખાતે ચાલતા બોગસ દવાખાના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.