તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, કાર્યક્રમમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા બન્ને શાળાના બાળકોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામો આપી સન્માન કરાયા હતા, તથા બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રદેશના ભારતીય શૈલીના નૃત્ય તથા આધુનિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલી શ્રીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકનૃત્યો રાસ, ગરબા, રાજસ્થાની, મારાઠી, હોળી નૃત્ય , દેશભક્તિનૃત્યો, ફિલ્મી નૃત્યો, કેટવોક વગેરે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, કાર્યક્રમ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ શાળાઓની પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી ,આ પ્રસંગે સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી