ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના ધ્વજારોહણ નો કાર્યક્રમ તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ઉદબોધનને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના આગેવાનો ધીરુભાઈ સિંધવ, નિલેશભાઈ શેઠ, જયેશભાઈ પટેલ, ભાજપના વિવિધ મંડળો આગેવાનો મહેન્દ્રભાઈ પટેલ, રાકેશભાઈ ખાંદલા,જીજ્ઞાબેન પંડ્યા, સ્મિતાબેન રાવલ તેમજ નગરપાલિકાના સભ્યો વગેરે નજરે પડે છે.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_5c1ea5a05a9ffe91165b2ed6a3893e68.jpg)