થરાદ તાલુકાની કીયાલ પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય ગીત રજૂ કરાયું હતું. જ્યારે ધો. 8 ના વિદ્યાર્થીઓએ શાળાને ભેટ સોગાદો આપી હતી અને શાળા તરફથી તમામ બાળકોને બોલપેન ભેટ અપાઇ હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય ગમનભાઇ ચૌધરી, શિક્ષક જબરસિંહ ચૌહાણ, દિપકભાઇ એસ. ગેલોત (માલગઢ), શિક્ષક સ્ટાફગણ, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે બાળકો આગળ ભણી ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.