હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.

  • રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • રાજ્યના અન્ય 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે. તમને જણાવી દઇએ કે, મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 35 હજાર કયુસેક પાણીની આવક છે. જ્યારે ભાદર ડેમમાં 2 હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે. પાણીની આવકથી મહિસાગર અને ભાદર નદી બે કાંઠે આવી ગઇ છે. મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. આથી, મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે.