પાલનપુર શહેર પશ્ચીમ પો.સ્ટે.ના હનીટ્રેપના ગુનાનો છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો..
બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ ડીસા નાઓની સુચનાથી સખતમા સખત વાહન ચેકીંગ કરવાની સુચના અને માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.પટણી નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. શ્રી આર. કે. વાણીયા તથા એ.એસ.આઇ. જસવતસીહ કેશરસીહ તથા પો.કો. મુકેશભાઇ કાશીરામભાઇ નાઓ નાઇટ પેટ્રોલીંગમા આખોલ ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમા હતા દરમ્યાન પાલનપુર શહેર પશ્ચીમ પો.સ્ટે. ગુ.ર.નં. ૬૦૨/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૪, ૩૯૪ વિ. તથા એટ્રોસીટી એકટના ગુનાનો નાસતો ફરતો આરોપી ગણપતસીહ કપુરસીહ રાજપુત રહે. યાવરપુરા તા. ડીસા વાળો સ્વીફટ ગાડી જીજે ૩૬ બી ૮૭૨૭મા મળી આવતા તેને હસ્તગત કરી પાલનપુર શહેર પશ્ચીમ પોલીસ સ્ટેશન ખાતે સોપવા કાર્યવાહી કરવામા આવેલ છે,
નાસતો ફરતો પકડાયેલ આરોપી - ગણપતસીહ કપુરસીહ રાજપુત રહે. યાવરપુરા તા. ડીસા
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. શ્રી આર. કે. વાણીયા તથા એ.એસ.આઇ. જસવતસીહ કેશરસીહ તથા પો.કો. મુકેશભાઇ કાશીરામભાઇ વિગેરે કામગીરી કરેલ છે...