સાવકુંડલા તાલુકામા આરોગ્ય વિભાગની ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી ૫૧ કેસો કરી રૂપિયા ૧૦,૩૫૦ દંડ વસુલાયો
તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ (કોટપા ૨૦૦૩) કાયદાની અમલવારી, દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ માટે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને સાવકુંડલા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શહેરના જાહેર માર્ગો પર કામગીરી હાથ ધરી દંડ વસુલાયો.જેમા તમાકુની બનાવટો વેચતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કાયદાનો ભંગ કરનાર ૫૧ દુકાન ધારકો અને જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકોને કલમ - ૪, ૬(અ અને બ) અને ૭ હેઠળ ટોટલ ₹ ૧૦,૩૫૦ દંડની વસૂલાત કરવામાં આવેલ.
શાળાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનુ વેચાણ કરતા એકમો, જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકો, લારી-ગલ્લાઓ ઉપર ૧૮ વર્ષથી નાની વયના બાળકોને તમાકુ વેચવું દંડનીય અપરાધ છે તથા તમાકુથી કેન્સર થાય છે તેવા
આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી દર્શાવતું બોર્ડ, પ્રતિબંધિત સિગારેટનું વેચાણ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ સધન કાર્યવાહી હાથ ધરાઈ. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.એસ.બી.મીના, ડો.મનીષ જિયાણી, ડો. ઋત્વિક પટેલ, ડો.વિવેક લાડવા, જિલ્લા કાઉન્સેલર રિયાઝભાઈ મોગલ,સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી સંજયભાઈ મહેતા, એમપીએચએસ ઉમેદભાઈ ચાંદુ અને હિતેશભાઈ ચૌહાણ તેમજ પોલીસ વિભાગની ટીમ દ્વારા કરાઈ હતી.
૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુના વ્યસનથી દૂર રાખવા અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અમરેલી અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એસ.બી.મીના સાહેબ દ્વારા અપીલ કરેલ જે યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા