મહુવા તાલુકામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ પુરજોશમાં ધમધમે છે ત્યારે ખાણ ખનીજની ટીમ અને મહુવા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મહુવા ખાતે પૂર્ણા નદીના પટમાં તપાસ હાથ ધરતા રેતીનું બિન અધિકૃત રીતે ખનન કરતા જણાતા મશીનરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી કરનાર અનિલ દલપત મૈસૂરિયા, પ્રકાશભાઈ ઓડ હોવાનું તંત્ર દ્વારા જણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તંત્રના આ છાપામાં બે યાંત્રિક બોટ અને એક જેસીબી મશીન સાથે 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સપેક્ટર બિપિન કાછડિયા,પરાગ વિરડીયા તેમજ મહુવા પોલીસના પીઆઇ બારોટની ટિમ દ્વારા આ કામગીરી કરવામાં આવતા ખનિજચોરોમાં ફફડાટ ફેલાયો જવા પામ્યો છે