પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ગિરિરાજ વાટિકા નું અનોખું નિર્માણ
પર્યાવરણનું જતન કરવું દરેક મનુષ્ય નું કર્તવ્ય છે. આ કર્તવ્ય નિભાવવા માટે પાલિતાણાની પાવન ભૂમિમાં જૈન સમુદાયનું અનોખું યોગદાન રહ્યું છે. પાલિતાણા અને તેની આજુબાજુનાં ગામોમાં જીવદયા નાં કાર્યો થયાં છે. જે અનુસંધાને શેત્રુંજય યુવક મંડળના સહયોગથી તેમજ દાતા પરીવાર માતુશ્રી ભારતીબેન કિર્તીભાઇ દોશીનાં આર્થિક સહયોગ દ્વારા ગિરિરાજ વાટિકા બનાવવામાં આવી.
જેમાં સર્વ ધર્મ સહિત શૈક્ષણિક ચિત્રામણ કરવામાં આવ્યું. તેમજ “એક બાળ એક છોડ” એ અભિગમ મુજબ આજ રોજ કુલ એકાવન છોડનું રોપવાનું કાર્ય કર્યું હતું અને પાંચ જૂન સુધીમાં કુલ ત્રણસો એકાવન છોડ રોપીને અને ઉછેર કરવામાં આવશે આથી આવતી પાંચ જૂનનાં સંપૂર્ણ શાળા “ગ્રીન શાળા ગુલાબ શાળા” બનશે. પાયાનાં પર્યાવરણ જાળવણીનાં ગુણો બાળકો શીખશે.
શાળાનાં શિક્ષક શ્રી નાથાભાઇ ચાવડાની પહેલ મુજબ જિલ્લાની પ્રથમ શાળા બનશે જ્યાં “એક બાળ એક છોડ” નો નવતર પ્રયોગ કર્યો હોઈ. ભવિષ્યમાં સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા સંપૂર્ણ પાલિતાણાને હરિયાળું પાલીતાણા બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેમ શાળાના શિક્ષકશ્રી એ જણાવ્યું હતું.