પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈ તથા એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી ખાનગી બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી કરી હતી જે અંતર્ગત એલસીબી પોલીસના વિક્રમભાઈ મધુરભાઈને અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમના કર્મચારીઓ જયદીપસિંહ પ્રવિણસિંહ, અભેસિંહ જીગરભાઈ, દિગપાલસિંહ દશરથસિંહ અને વિક્રમભાઈ મધુરભાઈએ ઘોઘંબા રાજગઢ પોલીસ મથકના વર્ષ 2001 અને 2002ના ઘાડ, લૂંટ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશભાઈ વીરસિંગભાઈ ભાભોર,રહે. સરસોડા રોડ ફળિયુ,તા.ગરબાડા,જિ.દાહોદ જે અમદાવાદ ખાતે રહીને મજૂરી કામ કરતો હતો તેને અમદાવાદ ખાતે પહોંચી ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત રાજગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.