બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો..

 બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે..

   બનાસકાંઠા કલેક્ટર શ્રી વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓ માં સેવાઓ આપી છે..

 તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે..

શ્રી વરૂણકુમાર બરનવાલ નું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા..