બનાસકાંઠા ના નવા કલેક્ટર વરુણ બરનવાલ અંબાના માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી..
શક્તિ-ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે..
ત્યારે મા અંબાના દર્શન અને માના ચરણોમાં શીશ નમાવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે..
તો માતાજી ના ધામે નેતા અને અભિનેતા પણ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે..
ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા ના નવા કલેકટર માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા..
આજે સવારે બનાસકાંઠા જિલ્લાના નવા કલેક્ટર માતાજીના ધામ પહોંચ્યા હતા. હાલમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટ ખાતે બદલી થતાં રાજકોટ પીજી વીસી એલ થી વરૂણ બરનવાલ ની બદલી બનાસકાંઠા કલેક્ટર ખાતે થઈ છે..
ત્યારે આજે નવા કલેક્ટર વરુણ બરનવાલ અંબાજી પહોંચ્યા હતા..
તો પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર નો પદ સંભાળતા આજે સવારે માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા..
માતાજી ના ચરણોમાં શીશ નમાવી માતાજી થી બનાસકાંઠા જિલ્લાના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી..
ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લા ના નવા કલેક્ટર વરૂણ બરનવાલ માતાજી ની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે પણ આશીર્વાદ મેળવ્યો હતો..
તો ભટજી મહારાજ દ્વારા આશીર્વાદ આપી રક્ષા કવચ બાંધ્યો હતો..