દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસમાં દારૂના પાંચ ગુના દાખલ છોટાઉદેપુરના બુટલેગરના દાહોદ કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરતાં એલ.સી.બી. અને સાગટાળા પોલીસે ગુપ્ત રાહે વોચ ગોઠવી તેની અટકાયત કરી પોલીસ જાપ્તા હેઠળ પાસામાં ભાવનગરની જેલમાં મોકલી આપ્યો હતો. ( રાજ કાપડિયા 9879106469. સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી દારૂના ગુનામા સંડોવાયેલ વ્યક્તિ તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી હતી. જેમાંથી સાગટાળા પોલીસમાં નોંધાયેલા દારૂના પાંચ ગુનામાં સંડોવાયેલ છોટાઉદેપુર જિલ્લા સીંગળાજા ગામનો બુટલેગર કનુ કાળુ રાઠવાના પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેકટર ડૉ.હર્ષિત.પી.ગોસાવીને મોકલી આપ્યા હતા. કલેક્ટરે બુટલેગરની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં દાહોદ એલ.સી.બી. પી.આઇ. કે.ડી.ડિંડોર, પો.સ.ઇ. એમ.એલ.ડામોર, આર.બી.ઝાલા, જે.બી.ધનેશા એલ.સી.બી તથા સાગટાળા પો.સ.ઇ. વી.આર.ચૌહાણ સાગટાળા સાગટાળા પોલીસ મથકનો સ્ટાફના માણસોએ બુટલેગરની ગુપ્ત રાહે વોચમા હતા. તે દરમિયાન બુટલેગર મળી આવતાં તેને પાસા પ્રપોઝલની બજવણી કરી તેની અટકાયત કરી જરૂરી પોલીસ જાપ્તા હેઠળ ભાવનગરની જેલમાં મોકલી આપ્યો હતો.