અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા,
મિલકત સબંધી ગુનાઓ આચરતા ત્રણ ઈસમોને પાસા હેઠળ જેલ ધકેલવામાં આવ્યા
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા
ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય,
અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓ દ્વારા અમરેલી જિલ્લામાં વાહન ચોરી, લુંટ સહિતના મિલકત -સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો,
કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ કરતા ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફ્તે જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી નાઓ તરફ મોકલી આપેલ.
લોકોની માલ - મિલકત જેના કારણે જોખમમાં મુકાય શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં,
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા નાઓએ એક સાથે ત્રણ ઇસમોના પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના મુજબ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ત્રણ ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતીનું નામ અને તેને મોકલેલ જેલની વિગતઃ
(૧) ભરત વલ્લભભાઇ ગેલાણી, ઉ.વ.૨૩, રહે.બાબરા, કરીયાણા રોડ તા.બાબરા, જિ.અમરેલી, પાલનપુર જિલ્લા જેલ જિ.બનાસકાંઠા
(ર) દિલીપ ઉર્ફ વિજય સુખાભાઇ પાટડીયા, ઉં.વ.૨૧, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી. :-લાજપોર જેલ, સુરત. મદયસ્થ
(૩) મહેશ ભનુભાઇ જીલીયા, ઉ.વ.૨૦, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી.
પાસા અટકાયતી ભરત વલ્લભભાઇ ગેલાણી નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૩૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ,
(૨) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૬૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ,
(૩) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯,૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ. ગઢડા પો.સ્ટે. જિ,બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી.કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ,
પાસા અટકાયતી દિલીપ ઉર્ફે વિજય સુખાભાઇ પાટડીયાનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૩૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯,
(૨) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૬૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ
(૩) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ.
ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી,કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ.
પાસા અટકાયતી મહેશ ભનુભાઇ જીલીયાનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ,
(૨) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ.
આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગિરી કરવામાં આવી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.