બનાસકાંઠાના ધાનેરાના આંજણા ચૌધરી સમાજની પહેલ: યુવાનો ફેશનેબલ દાઢી રાખશે તો 51,000 રૂપિયાનો દંડ.,,,બનાસકાંઠામાં આવેલા ધાનેરામાં રવિવારે 54 ગામ આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે સભા યોજાઈ હતી. આ સભામાં વિવિધ 22 જેટલા કડક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમકે, આજણા ચૌધરી સમાજનો કોઇ પણ વ્યક્તિ ફેશનેબલ દાઢી રાખી નહીં શકે અને જો તે રાખે છે તો તેને રૂપિયા 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય હોટલમાં જન્મદિવસ મનાવવા પર પણ પ્રતિબંધ લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આજના સમયમાં લોકો સમાજના બંધનોથી મુક્ત થઇને પોતાની અલગ સમજણથી જીવન પસાર કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે, તેમના દ્વારા કરવામાં આવતી કોઇ પ્રવૃત્તિના કારણે સમાજ આહત થતું હોય છે. ત્યારે હવે બનાસકાંઠામાં આવેલા ધાનેરામાં 54 ગામ આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે સભા યોજાઈ હતી. જેમા મોટી સંખ્યામાં વડીલો અને યુવાનોએ હાજરી આપી હતી. ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનો દ્વારા સભામાં સમાજ સુધારણાને લઇને ઘણા કડક નિર્ણયો લેવામાં આવ્યા છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે...