ગુજરાત ની ચૂંટણી ને માંડ 90 દિવસ બાકી છે તે પહેલા સરકારે ઘરના ઘરનો મફત પ્લોટ નો ગ્રામીણ વિસ્તારમાં વાયદો પૂરો કરવા ફોર્મ બહાર પાડ્યું જે તમામ વોટ્સઅપ ગ્રુપમાં ફરતું થયું,

ઘર વિહોણા લોકો માટે આ ખુશીના સમાચાર છે, આ માટે સરકારે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારી અને ટીડીઓ ને તલાટી કમમંત્રી તાબાના ગામોમાં ઘર વિનાના લોકોને શોધીને તેમની પાસે મફત પ્લોટ વિતરણનું ફોર્મ ભરાવી TDO ને મોકલી આપવા જણાવ્યું છે,

જેમનું ઘર ના હોય તેવા ઘર વિહોણા લોકોને રહેણાંક ના મફત પ્લોટ આપવાની યોજના પહેલા થી અમલ માં હતી અને આ પહેલા છૂટક છૂટક પ્લોટો સરકાર ઘ્વારા અપાયા છે, તેમ છતાં તેમાં ગણી ગેરરીતી ની બૂમો ઉઠવા પામી હતી,

પહેલી મેં 1917ના ગુજરાત સ્થાપના દિવસે સરકારે આ યોજનામાં ફેરફાર કર્યો હતો,

જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રેહતા ઘર વિહોણા સભ્યોને 100 ચોરસ વાર ઘરથાળી પ્લોટ જે 50 વાર થી ઓછો નહોય તે આપવા ગ્રામસભામાં બાહોળો પ્રચાર કરવા જણાવાયું હતું, આ યોજનાની અરજી નો નિકાલ અને વિલંબ માટેની સમિતિની રચના પણ કરવામાં આવી હતી જે પેકી લેન્ડ કમિટીને મહિનાના પહેલા શનિવારે બેઠક કરી મફત પ્લોટ ની અરજીનો નિકાલ કરવા જણાવાયું હતું.

ગ્રામીણ વિસ્તારોમાં થી મફત પ્લોટ ફાળવણી ની અરજીઓ એકત્ર કરી તેનો જલ્દીથી અમલ કરી જરૂરિયાત લોકોને મફત પ્લોટનો લાભ મળે તે જોવા વિકાસ કમિશનર શ્રી એ DDO ને આદેશ સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે અરજી કરવાનું ફોર્મ તેના નમૂના તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારની બાંહેધરી ના નમૂના ના પત્ર મોકલી આપ્યા છે.

વર્ષ 2017 ના ઠરાવ મુજબ ઘર વગર ના લોકોને ફોર્મ ભરાવવા તલાટીને આદેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.