તા.01/04/2023 ના રોજ ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એ.એન.સી. કેમ્પ, તેમજ જોખમી માતા ની તપાસ નાં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા નાં મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો.જોશી સાહેબ, તેમજ, ડૉ, જાટ્ટ સાહેબ, મીના સાહેબ ની સૂચના થી, ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો. સેજલ બેન શિરોયા દ્વારા એ.એન.સી. કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજુલા નાં ખ્યાતનામ સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર નકુમ સાહેબ દ્વારા સગર્ભા માતા ની તપાસ, બાળક નાં ધબકારા ની તપાસ, માતા નાં લોહી ની પ્રોફાઈલ તપાસ, તેમજ જેમનું લોહી નું એચ.બી. લેવલે ઓછું હતું તેમને આયર્ન સુક્રોઝ નાં પાઇન્ટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી જેમાં 5 સગર્ભા ને આયર્ન સુક્રોઝ પાઈન્ટ આપવામાં આવ્યા,તેમજ જોખમી માતા ની તપાસ, કરવામાં આવી, નોડલ દ્વારા નોડલ રાજેશભાઈ દ્વારા સગર્ભા માતા ને લાગુ પડતી યોગજનાઓ જેમકે; જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વાત્સલ્ય યોજના, કસ્તુરબા પોષણ યોજના,વગેરે કરવામાં આવ્યું, જેમાં સી.એચ. ઓ. નાં નોડલ રાજેશ ભાઈ શિરોયા, સુપર વાઈઝર દયાબેન ગોસ્વામી, ભરતભાઈ મકવાણા, સ્રી આરોગ્ય કાર્યકર બહેનો, મલેરીયા વર્કર ભાઈઓ તેમજ આશા બહેનો દ્વારા બધી સગર્ભા તેમજ જોખમી માતા ની તપાસ થયી જાય,ને દરેક સગર્ભા માતા ને કેમ્પ સુધી પહોંચાડવામાં ખિલખિલાટ ગાડી નો પૂરતો સહયોગ આપવામાં આવ્યો, કેમ્પ મા 70જેટલી સગર્ભા માતા ની તપાસ કરવામાં આવી બધા આરોગ્ય સ્ટાફ નાં સહયોગ દ્વારા કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો,