વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આવેલ કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ના સાનિધ્યમાં વાલાભા સમિતિ દ્વારા તા. ૩૦મી માર્ચથી ૧લી એપ્રિલ એમ ૩ દિવસ દરમિયાન યજ્ઞ સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં સમગ્ર રાજયમાંથી એક લાખથી પણ વધુ કણઝરીયા પરીવારના લોકો ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે શતચંડી યજ્ઞમાં 306 યુગલો બેસી યજ્ઞમાં આહુતી આપી હતી.જયારે ત્રણ દિવસ દરમિયાન ધ્વજારોહણ, મહાકાળી માતાજીની શોભાયાત્રા વાલાભાના દેવળથી કોઠારીયા ગામ અને ત્યાંથી યજ્ઞ શાળા સુધી 10 બગીઓ હજારોની સંખ્યા સાથે 306 બહેનો કળશયાત્રા કાઢવામાં આવી દિપપ્રાગટ્ય કરી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય વઢવાણ અને નાયબ મુખ્ય દંડક દ્વારા અને વાલાભા સમિતિના મઢના ભૂવાઓ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ, સાથે રામનવમી હોવાથી રામ જન્મોત્સવ,સુંદરકાંડ, લોકડાયરનું પણ ભવ્ય આપોજન કરાયુ હતું .આયોજનના પ્રથમ દિવશે સ્ટેજ પર કમાએ કિર્તીદાનના ગીતો પર ડાન્સ કરીને લોકોનો મોજમાં લાવી દીધા હતા.આ પ્રસંગે સતવારા સમાજના સામાજીક આગેવાનો, ભુવા સેવાભાવી અને કોઠારીયા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.રાજેન્દ્રપ્રસાદ ત્રીવેદી અને ધનેશ્વરભાઈ શાસ્ત્રીના આચાર્ય પદે યોજાયેલ શતચંડી મહા યજ્ઞમાં 306 યુગલો પાટલે બેસી યજ્ઞમાં આહુતી આપી હતી. ત્રી-દિવસીય આયોજનના પ્રથમ દિવસે ધ્વજારોહણ, શોભાયાત્રા, અને રાત્રે લોકડાયરો યોજાયો હતો . જેમાં અપેક્ષાબેન પંડ્યા, હીતેશ અંટાળા, રૂપભ અગાવત, ધવલ ઝાલા સહીતનાઓ પોતાની કલા રજૂ કરી હતી.. જયારે બીજા દિવસે વાલાભાનો નવરંગો માંડવો રોપાયો હતો.જેમાં ડાક ડમરૂ અને રેડીયો કલાકાર, હાસ્ય કલાકાર પોતાની કલા રજૂ કરી હતી . રાત્રે ડાક ડમરુ ના કાર્યક્રમમાં કણઝરીયા પરિવારના સહિત ગુજરાત ભરના સતવારા સમાજના આગેવાનો રાજકીય આગેવાનો મહંતો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.જયારે અંતીમ દિવસે તા.૧/૪/૨૦૨૩ ના રોજ ધર્મસભા યોજાઈ હતી. જેમાં પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ભજનાનદી આશ્રમ બોટાદ, મહા સુખાનંદ બાપુ બોટાદ પરમ પૂજ્ય પતિત પાવન દાસ બાપુ નાગનેશ, પાળીયાદ વિસામણ જગ્યાના મહંત શ્રી નિર્મળા બા સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી .સંતોએ આશીર્વાદ આપ્યા હતા કણઝરીયા પરિવાર સંગઠિત થઈ એકતા અને સમાજ ભાવના વ્યસન મુક્ત બની રહે સમગ્ર કાર્યક્રમ વાલાભા સમિતિ ના 11 સભ્યો સાથે રાખી કણઝરીયા પરિવાર વતી જગદીશભાઈ કણઝરીયા બોટાદ અને જસાભાઈ કણઝરીયા ના માર્ગદર્શન નીચે આ ભવ્ય યજ્ઞ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું