બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી સતર્ક BSF ના જવાનોએ તારની વાડ કૂદી ભારતીય સીમામાં ઘુસી આવેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો જિલ્લાની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી અવારનવાર ભારતીય સીમામાં પ્રવેશતા ઘૂસણખોર ઝડપાતા હોય છે,ત્યારે વધુ એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમામાં ઘૂસી આવતાં BSFના જવાનોએ ઝડપી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પરની નડેશ્વરી BOP પાસે પાકિસ્તાન તરફથી તારની વાડ કૂદી ભારતીય સીમામાં ઘુસી આવેલા એક પાકિસ્તાની નાગરિકની સરહદોની રખવાળી કરતા સતર્ક BSF જવાનોએ કોર્ડન કરી ઝડપી લીધો હતો. પાકિસ્તાની નાગરિક આંતરરાષ્ટ્રીય બોર્ડર પરની કાંટાળા તારની બેરિકેડ ઓળંગી BOP નડેશ્વરી પાસે બેરિકેડ ગેટ પરથી નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે પકડી લીધો હતો. BSF દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયારામ જય કિશન રહે, મક્કે કી બંધિયા, નગરપારકર, પાકિસ્તાન તરીકે કરવામાં આવી છે તેવું પી.આર.ઓ BSF જણાવ્યું છે.