હાલોલ તાલુકાના જીમિયાપુરા ગામે આવેલ જીમીયાપુરા પ્રાથમિક શાળા ખાતે પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જીમિયાપૂરા પ્રાથમિક શાળા ખાતે બાળકોના લાભાર્થે નવીન ઓરડાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર જેટલા નવીન ઓરડાઓ બનીને તૈયાર થઈ જતા તેનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ તેમજ જીમિયાપુરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન પણ આવતો હોઈ બંન્ને પ્રસંગો એક દિવસે ઉજવવાના ઉમંગ સાથે જીમિયાપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિન અને પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નિર્મિત નવીન ઓરડાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના અધિકારી રાકેશભાઈ તલાટી તેમજ પંચમહાલ જિલ્લા પંચાયતના બાળ વિકાસ અને આરોગ્ય ચેરમેન પ્રેમીલાબેન નરેન્દ્રસિંહ પરમાર વિશેષ હાજરી આપી હતી જેમાં પોલીકેબ કંપનીના અધિકારી રાકેશભાઈ તલાટી અને પ્રેમીલાબેન પરમારના હસ્તે નવીન ઓરડાઓનું ઉદઘાટન કરી લોકાર્પણ કરાયું હતું જ્યારે બંન્ને મહાનુભવોની હાજરીમાં રંગે ચંગે જીમિયાપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિનની પણ ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનની સીએસઆરની ટીમના નિખીલભાઈ, અર્પિત શુક્લા,તરુણ સોલંકી,આશિષ વારીયા,ભાર્ગવ મહેતા અને નિરંજન રાઠવા સહિત જીમીયાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ ગામના મહાનુભવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.