દેવભુમી દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હાર્દીક પ્રજાપતી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની બદી નાબુદ કરવા તેમજ કેશો શોધી કાઢવા ભાણવડ પો.સબ. ઇન્સ શ્રી પી.ડી.વાંદા સાહેબને સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ ભાણવડ પો.સબ. ઇન્સ શ્રી પી.ડી.વાંદા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પો કોન્સ વેજાણંદભાઇ ધનાભાઇ મેરા તથા વિપુલભાઇ કાનાભાઇ મોરી નાઓને બાતમી મળેલ હોય કે ઢેઢીયા નેશથી ઉગમણી બાજુ પાણીની ઝરમાં દેવા કારા રબારી રહે. ધ્રામણી નેશ વાળો પાણીની ઝરમાં દેશીદારૂની ભઠ્ઠી ગાળતો હોય જયા રેઇડ દરમ્યાન દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૧૨૦૦/- કિ.રૂ.- ૨૪૦૦/- તથા એક કાળા કલરના કેરબામાં દેશીદારૂ અંદાજે લીટર-૫૦ જેની કી.રૂ.૧૦૦૦/-ગણી કુલ કી.રૂ.૩૪૦૦/- ના મુદામાલ રાખી અરોપીને અટક કરવા પર બાકી હોય તો તેના વીરુધ્ધ પો.કોન્સ અજયભાઇ એભાભાઇ ભારવાડીયા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે
આરોપી- (ફરારી) દેવા કારા રબારી રહે. ધ્રામણી નેશ તા.ભાણવડ
કામગીરી કરનાર સ્ટાફ -
ભાણવડ પો.સબ.ઇન્સ શ્રી પી.ડી.વાંદા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડ ના એ.એસ.આઇ ગીરીશભાઇ અરજણભાઇ ગોજીયા તથા પો.હેડ કોન્સ કીશોરસિહ ચંદુભા જાડેજા તથા વિપુલભાઇ ગગુભાઇ હેરભા, તથા પો.કોન્સ શક્તિસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા તથા વિપુલભાઇ કાનાભાઇ મોરી તથા મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા વેજાણદભાઇ ધનાભાઇ બેરા તથા અજયભાઇ એભાભાઇ ભારવાડીયા તથા મહિલા પો.કોન્સ મીનાબેન હમીરભાઇ નંદાણીયા વિગેરે નાઓએ સયુકતમા કરેલ છે.