પરીક્ષાના સ્થળની ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદ જિલ્લામાં આગામી તા.૩ એપ્રીલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની જાહેર પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાશે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તદ્દનુસાર, પરીક્ષાના સ્થળની ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં પરીક્ષા દરમ્યાન પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ તેમજ પરીક્ષા પૂરી થયા પછીના એક કલાક પછીના સમયમાં બિનઅધિકૃત વ્યક્તિએ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલની બહારના સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાશે. ત્યાં ઉભું રહી શકાશે નહી. પરીક્ષા દરમ્યાન કોઇ એ પણ સવારના ૯ થી સાંજના ૧૭ કલાક સુધી પ્રવેશ કરવો નહીં. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં. અથવા એકઠાં થઇ શકાશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવા માટેની મંજૂરી આપી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.