બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેના કાયમી ઉકેલની દિશામાં કદમ માંડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણના આહવાનને ઝીલી બનાસકાંઠાએ ૯૯ અમૃત સરોવર નું નિર્માણ કર્યું છે. જોઈએ બદલાતા બનાસકાંઠા અંગેનો આ વિશેષ અહેવાલ અમારી રજૂઆત
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
" ૧૦૦ દિવસ -સાથ,સહકાર અને સેવા" માં.
ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા.... બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા હતા અને પાણીની સમસ્યા હતી. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઉંડા તથા નવીન બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરુ થયું... આવું જ એક સરોવર સુઈગામ તાલુકાના મમાણા ગામે બનાવવામાં આવ્યું... 12 એકરમાં ફેલાયેલા આ સરોવર જે પહેલા છીછરું હોવાથી પાણી સંગ્રહ થતુ નહોતું જેને ઉડું કરવામાં આવ્યું અને 7200 ક્યુબિક લીટર પાણી સંગ્રહનો વધારો થયો,
શ્રી ઈન્દ્રદાન ગઢવી, ખેડૂત, મમાણા
(TRANSCRIPT - પશુઓને પીવાના પાણીની સરસ સગવડ થઈ ગઈ છે અને આજુબાજુના તળ પણ તેના લીધે મીઠા થયા છે)
બનાસકાંઠા જિલ્લામાં આ અમૃત સરોવર નિર્માણના યજ્ઞમાં ચાંદરવા, આંત્રોલ, છાપરા, કુંભલસર, કરજોડા, વાવ જેવા અનેક ગામ જોડાયા અને અત્યારે 99માંથી 50થી વધુ અમૃત સરોવરનું નિર્માણ થઈ અને બાકીના સરોવરોનું કામ પ્રગતીમાં છે.
શ્રી સ્વપ્નિલ ખરે, DDO,બનાસકાંઠા
(TRANSCRIPT - ઈન તલાબોં કો કિસ તરહ ટુરિસ્ટ એટ્રેકશન બનાયા જા શકે જીસકે લીએ હમ આજુબાજુ સ્ટોન પીચીંગ કા કામ ભી કર રહે હૈ, પેવર બ્લોક ભી લગાયા જા રહા હૈ, ઈન સ્થલો કો હમ પશુઓ કે લીએ, માનવો કે લીએ સભી કે લીએ ઉપયોગ ઓર સભી વર્ગો કે લીએ એક એસા સ્થલ બનાના ચાહતે હૈ જહાં સભી લોગ સાથ આયેં ઓર ગાંવ કા જો સમાવેશી સંસ્કૃતિ હૈ ઈસકા ભી વિકાસ હો.)
આ અમૃત સરોવર નિર્માણ થકી જળ સંચયની સાથે ગ્રામીણ મજુરોને 4 લાખથી વધુ માનવદિવસની રોજગારીનું સર્જન થયુ છે. આમ, આ જળયજ્ઞ આવનાર દિવસોમાં પાણીદાર ગુજરાત બનાવવાની નેમને સાર્થક કરશે એ નક્કી છે.