કોણ બનશે અમદાવાદ શહેર ના નવા પોલીસ કમિશ્નર...?
હાલ ફરજ નિભાવતા અમદાવાદ ના પોલીસ કમિશ્નર શ્રી ની આવનાર દિવસોમાં નિવૃત્તિ બાદ કોણ સંભાળશે અમદાવાદની જનતા ની સુરક્ષા ની કમાન...?
ગુજરાત સરકારના મા.મુખ્યમંત્રી અને મા.ગૃહમંત્રી સહિત ગૃહ વિભાગ અમદાવાદ શહેર ની જનતાની સુરક્ષા ની જવાબદારી કોને આપશે...?
અમદાવાદના મા.પોલીસ કમિશ્નર સાહેબ નો કાર્યકાળ પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમર ની નિમણુક ની શક્યતાઓ પ્રબળ,
થોડા વર્ષો પહેલા પણ અજય તોમરે અમદાવાદ શહેરમાં ફરજ નિભાવી ચૂક્યા છે અને અમદાવાદ ના ખૂણે ખૂણે થી જાણકાર છે સાથે ફરજ દરમિયાન કુશળ કામગીરી નો બહોળો અનુભવ પણ ધરાવે છે,
અમદાવાદ શહેરમાં નવનિયુક્ત મા.પોલીસ કમિશ્નર શ્રી ની નિમણુંક થતાં ની સાથે જ થોડા દિવસોમાં અમદાવાદ શહેર ના પોલીસ વિભાગમાં મોટી ફેર બદલીઓ ની પણ શક્યતાઓ.