બનાસકાંઠા બેકિંગ

ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં રોડની કામગીરી અધુરી છોડી દેવાતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા..

માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટર દ્વારા રોડની કામગીરી અધુરી છોડી દેવાઈ માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નોટીસ આપી સંતોષ માની લીધો..

સાત મહિનાથી અનેક ગામોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટર પાથરી રોડની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે...

ગ્રામજનો દ્વારા વારંવાર લેખિતમાં મૌખિકમાં રજુઆત છતાં આજદીન સુધી નથી કરાતી રોડની કામગીરી...

ગ્રામિણ વિસ્તારોમાં ગ્રામજનો રાહદારીઓ વાહનચાલકો સહિત શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નાના બાળકો ભોગવી રહ્યા છે અનેક મુશ્કેલીઓ...

માર્ગ અને મકાન વિભાગ ડીસા દ્વારા કોન્ટ્રાકટરને ત્રણ નોટીસ આપી હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા નોટીસ ની કરાઈ રહી છે અવગણના..

ડીસા તાલુકા ડાવસ ગામે રોડની કામગીરી અધુરી છોડી દીધા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટરને ત્રણ નોટીસ ફટકારી હોવા છતાં આજેપણ રોડની કામગીરી અધુરી..

કોન્ટ્રાકટરની મનમાની સામે માર્ગ અને મકાન વિભાગ ઘુંટણીએ પડ્યું