અપહરણ કરી લઇ ગયેલ ઇસમને ભોગબનનાર સાથે શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનન સર્વેલન્સ ટીમ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૦૮૦/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬(૨)(જે),૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટ ૬.૪,૬,૮,૧૦,૧૨,૧૮ વી. મુજબનો ગુન્હો તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ રજી.થયેલ.

આ કામે ફરી.ની સગીર વયની દિકરીને રામજી ઉર્ફે રામો ભીખાભાઇ રાઠોડ રહે.દલખાણીયા, તા.ધારી, જી.અમરેલી, વાળો લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે આપહરણ કરી લઇ ગયેલ હોય,

 અને આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે અન્વયે આજરોજ ચોક્કસ બાતમી આધારે આરોપી તથા ભોગબનનારને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) રામજી ઉર્ફે રામો ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૫, ધંધો. ડ્રાઇવીંગ, રહે.દલખાણીયા,મફતીયાપરા, તા.ધારી

જી.અમરેલી

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. દિનેશભાઇ સરવૈયા તથા પોલીસ કોન્સ જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા,અશોકસિંહ મોરી,વનરાજભાઇ માંજરીયા,ચીરાગભાઇ માટીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.