પાવીજેતપુર થી તેજગઢ વચ્ચે આવેલ રેલ્વે ફાટક ઉપર મકાઈ ભરેલી ટ્રક અથડાઈ
પાવીજેતપુર થી તેજગઢ વચ્ચે આવેલ રેલવે ફાટક ઉપર ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ૧૪ પૈંડાની મોટી ટ્રક ફાટકની બાજુમાં આવેલ કોરડન માં ઘૂસી જવા પામી હતી. છોટાઉદેપુર તરફથી મકાઈ ભરેલી ૧૪ પૈંડાની ટ્રક અમદાવાદ જઈ રહી હતી ત્યારે તેજગઢ નજીક આવેલ રેલવે ફાટક ઉપર થી પસાર થઈ રહી હતી તે સમયે ટ્રક ચાલક દ્વારા સ્ટેરીંગ વાળવાનું હતું પરંતુ સ્ટેરીંગ ન વાળતા ગાડી સીધી રેલવે ફાટકની બાજુમાં લોખંડની પટ્ટીઓ મારેલ હોય તેની બાજુમાં ઘૂસી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તેમજ રેલ્વે ફાટકની બાજુના ભાગે ટ્રક ભરાઈ હોવાના કારણે કોઈ ટ્રાફિક જામ પણ થયો ન હતો.