દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ચોરાયેલ બે મો.સા.સાથે એક ઈસમને પકડી પાડતી દિયોદર પોલીસ.,,શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે,શ્રી ડી.ટી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર નાઓ તથા શ્રી આર.બી.ગોહિલ, સી.પી.આઇ. શિહોરી નાઓના માર્ગદર્શન હેઠળ, શ્રી જે.એન.દેસાઈ, પો.સબ.ઈન્સ દિયોદર પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફ સાથે તાજેતરમાં દિયોદર પો.સ્ટેશનમાં બનેલ બાઇક ચોરી તેમજ મિલ્કત સબંધી ગુના બનેલ હોય તે ડિટેક્શન કરવા સારૂ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ નાનુભા નાઓને બાતમી હકીકત મળેલ કે તા.૨૯/૦૩/૨૦૨૩ નારોજ ચોરાયેલ મોટર સાયકલ લઈ એક ઈસમ ભેસાણાથી દિયોદર તરફ આવનાર છે જે હકીકત અનુસંધાને ભેસાણા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન આ કામનો આરોપી કલ્પેશભાઈ મફાભાઈ નાઈ ઉ.વ.૨૨ રહે.ધ્રાન્ડવ

તા.દિયોદર વાળા ભેસાણા તરફથી મોટર સાયકલ લઈ આવતા તેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી પકડી દિયોદર પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ_(૧) હિરો હોન્ડા HF ડિલક્ષ જેનો ચેચીસ નંબર-BLHAR5575J02916 તથા એન્જીન નંબર- HA11EPJ5J02960 વાળુ જેની કિ.રૂ.૨૫૦૦૦/-(ર) હિરો હોન્ડા HF ડિલક્ષ જેનો ચેચીસ નંબર-MBLHAR05015B00896 તથા એન્જીન નંબર-HA11EPYSB01212 વાળુ જેની કિ.રૂ.૪૫૦૦૦/-

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત (૧) દિયોદર પો.સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૧૭૨૩૦૨૧૦/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબ(ર) દિયોદર પો.સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૧૭૨૩૦૦૬૭/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબ.....> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત

શ્રીજે.એન.દેસાઇ,પો.સબ.ઇન્સ.,દિયોદર,સુ.શ્રી. વસંતીબેન,હેડ.કોન્સ.,દિયોદર શ્રી રમેશભાઈ,પો.કોન્સ.,દિયોદર,,શ્રી ધર્મેન્દ્રસિંહ,પો.કોન્સ દિયોદર,શ્રીઅરવિંદસિંહ,પો.કોન્સ.,દિયોદર શ્રી દલસંગજી,પો.કો.દિયોદર..