ધાનેરા માં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, રાજમાર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા.... વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. અને ધાનેરા ના મુખ્ય માર્ગો 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.સમગ્ર ભારત દેશમાં આજે રામ નવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરા ના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધાનેરાના રાધે કૃષ્ણ મંદિર ખાતેથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ધાનેરા ના આશાપુરા મંદિર, લાઇબ્રેરી ચોક, નગરપાલિકા, ધાનેરા ની બજારમાં થઈને, લાલ ચોક ખાતે પૂર્ણાહુતી કરવા માં આયુ હતું