શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં મેરીટમાં સૌથી વધુ ગુણ મેળવી ખંભાત તાલુકામાં હેત્વી મનીષભાઈ રબારીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ખંભાત તાલુકામાં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવા બદલ અને સમગ્ર આણંદ જિલ્લામાં તૃતીય નંબર મેળવી એ. ટી. હાઇસ્કુલ કાણીસાનું ગૌરવ વધારવા બદલ હેત્વી મનીષભાઈ રબારી ને સારા પરિવાર ગ્રામજનો તેમજ વિવિધ સંસ્થાઓએ શુભેચ્છા પાઠવી હતી.

(સલમાન પઠાણ - ખંભાત)