દિયોદર ની સરકારી પ્રાથમિક શાળાઓએ મેદાન માર્યું.,ઝરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૩૧ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. બાળકોમાં રહેલ ટેલેન્ટને શોધવા માટેની એક પરીક્ષા એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે ધોરણ – ૬ માં અભ્યાસ કરતા સરકારી, ગ્રાન્ટેડ  તેમજ ખાનગી શાળાના બાળકો આપી શકે છે. ચાલુ વર્ષે દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના ૧૮ બાળકો એ પરીક્ષા આપેલ અને તમામ બાળકો પાસ થયેલ હતાં. જે પૈકી પ્રિન્સ ભરતભાઈ ગેલોતે  ૧૭૩ ગુણ મેળવીને મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ પરીક્ષા માં દિયોદર તાલુકાના ચાર બાળકો મેરીટ માં સ્થાન પામ્યા છે. જેમાં કિસ્મત ભાઈ ભારમાલભાઈ ચૌધરી,, રવેલ નવા પ્રા.શાળા,, દેવાંશુ ભરતભાઈ ચૌધરી રવેલ નવા પ્રાથમિક શાળા, જૈનિલ રજનીકાંત પટેલ ચગવાડા પ્રાથમિક શાળા તેમજ પ્રિન્સ ભરતભાઈ ગેલોત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે આ બાળકોએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો આપી શકતા હોય છે એ પરીક્ષા આપી પાસ થઈ પોતાની શાળા પરિવાર અને તાલુકા નું નામ રોશન કર્યું છે સૌ કોઈએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं