રાજુલા તાલુકાના વાવેરા ગામના હદ વિસ્તારમા, વાવેરાથી બર્બટાણા રોડ પરથી ભારતીય
બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૧ કિ.રૂ.૯,૭૦૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને
પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના એ.એસ.આઇ. એન.બી.સિંધવ તથા પો.કોન્સ. સંજયભાઇ દેવજીભાઇ ચાવડા તથા લોકરક્ષક નરેશભાઇ ભીખાભાઇ તથા લોકરક્ષક લાલાભાઇ ભવાનભાઇનાઓ દ્વારા પોસ્ટે વિસ્તારમા સઘન પેટ્રોલીંગ દરમ્યાન વાવેરા ગામે વાવેરાથી બર્બટાણા જવાના રોડ પર આવેલ ફાટક તરફ જવાના રસ્તા પરથી એક ઇસમની શંકાના આધારે તપાસ કરતા મજકુર પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૧ કુલ કિ.રૂ.૯,૭૦૫/-ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમને પકડી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમા રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા મજકુર આરોપીના દીન-૦૧ના રીમાન્ડ મંજુર કરાયા,
પકડાયેલ આરોપીની વિગત- સુરેન્દ્રકુમાર ફુલચંદ ગુર્જરપાસી ઉ.વ.પર, ધંધો.નોકરી, રહે, હાલ વાવેરા, રેલ્વે ફાટકની બાજુમા તા.રાજુલા જી,અમરેલી મુળ રહે. મકાન નં ૬૮, કુંજ વિહાર તા.અંબાલા કેન્ટ જી.અંબાલા, રાજ્ય હરીયાણા,
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન પરમાર ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. જી.એમ.જાડેજા તથા અના એ.એસ.આઇ.એન.બી.સિંધવ તથા પો.કોન્સ સંજયભાઇ દેવજીભાઇ ચાવડા તથા લોકરક્ષક નરેશભાઇ ભિખાભાઇ જોગદીયા તથા લોકરક્ષક લાલાભાઇ ભવાનભાઇ ખરગીયા તથા લોકરક્ષક પંકજભાઇ છગનભાઇ બગડા નાઓ દ્વારા કરાયેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.