ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને આર્થિક રીતે પગભર કરવા રાજય સરકાર કટીબધ્ધ

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પાલનપુર તાલુકાના ગોળા ગામના ખેડુતશ્રી હરેશભાઇ ચૌધરીને ટ્રેક્ટર ખરીદવા રૂ. ૪૫,૦૦૦/-ની સહાય મળીઃ મુખ્યમંત્રીશ્રી ખેડુતો માટે ખુબ સારું કામ કરે છેઃ ખેડુત..

            

ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને આર્થિક રીતે પગભર કરવા તથા તેમની આવક વધારવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કટીબધ્ધ છે. રાજ્યના ખેડુતોને ખેતી કરવા માટે જરૂરી સાધન એવા ટ્રેક્ટરની ખરીદી માટે સરકારશ્રી દ્વારા રૂ. ૪૫,૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. છેલ્લા ૧૦૦ દિવસમાં રાજ્યમાં ૨૮ હજારથી વધુ ખેડુતોને ટ્રેક્ટર ખદીવા માટે રૂ. ૧૦૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવાઇ છે. એ જ પ્રમાણે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૨-૨૩માં આજ તા.૨૮ માર્ચ-૨૦૨૩ સુધીમાં કુલ-૪,૦૨૬ ખેડૂતોને ટ્રેક્ટર સહાય પેટે રૂ. ૧૯,૧૪,૩૦,૦૦૦/-ની રકમ ચુકવવામાં આવી છે. 

          વર્ષ-૨૦૨૨-૨૩માં ટ્રેક્ટરની સહાય મેળવનાર પાલનપુર તાલુકાના ગોળા ગામના ખેડુત શ્રી હરેશભાઇ જેઠાભાઇ ચૌધરીએ જણાવ્યું કે, હું પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરું છે. ખેતીકામમાં મારે ટ્રેક્ટરની જરૂરીયાત હોઇ મેં ખેતીવાડી ખાતામાં ટ્રેક્ટરની સહાય માટે અરજી કરી હતી એ અરજી પાસ થતાં મેં ટ્રેક્ટર લાવ્યું છે. સરકારશ્રી તરફથી મને રૂ. ૪૫,૦૦૦/-ની સહાય મળી છે, એ સરકાર માટે નાની રકમ છે પરંતુ મારા જેવા ખેડુત માટે એ બહુ મોટી રકમ છે. તેમણે કહ્યું કે, ખેડુતોને ખેતીકામના અન્ય ઓજારો ખરીદવા માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડુતો માટે ખુબ સારું કામ કરે છે. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે હું તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને આવી યોજનાઓનો લાભ ખેડુતોને આપતા રહે તેવી એક ખેડુત તરીકે આશા રાખું છું.