હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ૩૩માં આંતર કોલેજ "આનર્ત"Athletics Athlon-2022 સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાયો. આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજો અને 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં આપણી- શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજે દોડ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

આ સ્પર્ધામાં આપણી કોલેજે કુલ બે ગોલ્ડ મેડલ તેમજ 10 બ્રોન્સ મેડલ પ્રાપ્ત કર્યા હતા તેમજ 400 મીટર દોડમાં 36 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 50:53 સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમજ 800 મીટર ની દોડમાં 39 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 1:56:72 માઇક્રો સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો કોલેજને તથા મંડળને ગૌરવ અપાવવા બદલ કોલેજ ખેલાડી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

*800m- ઠાકોર વીરસંગ ચંપુજી new record 1:56:72 માઈક્રો સેકન્ડ*

*400m - ઠાકોર વીરસંગ ચંપુજી new record 50:53 સેકન્ડ*

200m - ગોહિલ નવઘણજી પૃથ્વીરાજ

100m - નાઈ વિશાલ રમેશભાઈ

*4×100 રીલે*

1- ઠાકોર વીરસંગ ચંપુજી

2- ઠાકોર અમરસંગ ચંપુજી

3- ગોહિલ નવઘણજી પૃથ્વીરાજ

4- નાઈ વિશાલ રમેશભાઈ

*4×400 રીલે*

1- ઠાકોર વીરસંગ ચંપુજી

2- ઠાકોર અમરસંગ ચંપુજી

3- ગોહિલ નવઘણજી પૃથ્વીરાજ

4- ભાટી જયેશકુમાર જગદીશભાઈ

તેમજ બંને રીલે રમત ના ખેલાડીઓ ત્રીજા નંબરે રહ્યા હતા આ ખેલકુદ રમોત્સવમાં દોડવીરો એ સારું પરફોર્મન્સ આપી કોલેજનો તેમજ સંસ્થા નું નામ રોશન કર્યું હતું 

તેથી સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના સમગ્ર ટ્રસ્ટી ગણ કોલેજના પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર તેમજ લો કોલેજના પ્રિન્સિપાલ શ્રી પિયુષભાઈ કાનુડા વાળા અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક તેમજ કોચ શ્રી લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ વિદ્યાર્થીની ને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા છે.