ખંભાત તાલુકા પંચાયત ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ હસ્તકની તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધાના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી આર.એમ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદના જીમી પરમાર, icdsના શેખ ફરીદાબેન, બ્લોક હેલ્થ ઓફિસર મનીષભાઈ પ્રજાપતિ, તાલુકા કેળવણી નિરીક્ષક સી.એફ.ડામોર, ખંભાત તાલુકાના ત્રણ ગામના સરપંચ જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સુરક્ષા એકમના અધિકારી જીમી પરમાર દ્વારા બાળકોને લગતા વિવિધ કાયદાઓ અને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકોને લગતી યોજનાઓ અને કાયદાઓના અમલીકરણ વધુ સારી રીતે થાય તે જોવા સમિતિના સભ્યોને સૂચન કરાવ્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)
 
  
  
  
  
  
  