ખંભાત તાલુકાના કંસારી ગામે બાઈક લઈને જઈ રહેલા એક સગીરને વ્હીલરથી બાઇકને ધક્કો મારવા બાબતે ઠપકો આપવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજી તરફ તપાસમાં સગીરને લાયસન્સ ન હોવા છતાં વાહન ચલાવવા આપનારા પિતા વિરુદ્ધ ખંભાત શહેર પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે
ખંભાત તાલુકાના કંસારી ગામે અંબિકા નગર સોસાયટીમાં રીનલ કુમાર પ્રદ્યુમનભાઈ દીક્ષિત પોતાના પરિવાર સાથે રહે છે તેમનો 17 વર્ષીય દીકરો બાઈક લઈને અંબિકા નગર સોસાયટીના નાકા પાસેથી પસાર થતો હતો ત્યારે કંસારી આઝાદ નગર વિસ્તારમાં રહેતા માહિર આશિકભાઈ વ્હોરાએ પોતાના ટુવ્હીલરથી બાઇકને ધક્કો માર્યો હતો જેને કારણે સગીરે ઠપકો આપતા ઉશ્કેરાયેલા માહીરે તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે સગીરની ફરિયાદના આધારે ખંભાત શહેર પોલીસ મથકે આશિક વ્હોરા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.જોકે આ બનાવમાં ખંભાત શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ રણછોડભાઈએ ફરિયાદી બની પોતાના સગીર વયના દીકરાને ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોવા છતાં વાહન ચલાવવા આપનારા રીનલ દીક્ષિત વિરોધ ગુનો નોંધ્યો છે.
(સલમાન પઠાણ ખંભાત)