મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોકટર સામે કાર્યવાહી.. દિયોદરના ભેંસાણા ગામે થી એસ ઓ જી ટીમે બોગસ તબીબ ઝડપી પાડ્યો... પોલીસે રૂપિયા ૧૪૮૧૮.૫૩/- નો દવા નો જથ્થો કબ્જે લઈ કાર્યવાહી કરી.. દિયોદર તાલુકામાં જાણે બિલાડી ની ટોપ ની જેમ અનેક ગામોમાં બોગસ તબીબ ની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેમાં બનાસકાંઠા એસ ઓ જી ટીમે દિયોદર તાલુકાના ભેંસાણા ગામે થી બોગસ તબીબ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા એસ ઓ જી ટિમ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે ભેંસાણા ગામે કોઈ પણ ડીગ્રી વગર ડોકટર તરીકે એક ઈસમ પ્રેક્ટિસ કરે છે જે હકીકત ના આધારે મેડિકલ ઓફિસર ડુચકવાડા ના ડૉ.સુહાનીબેન પટેલ તેમજ મેડિકલ સ્ટાફ ને સાથે રાખી રેડ કરતા રૂપિયા ૧૪૮૧૮.૫૩ /-ના દવા ના જથ્થો મળી આવ્યો હતો જેમાં મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા રુદ્રદતસિંહ અમર સિંહ રાઠોડ રહે પ્રગતિનગર દિયોદર વાળા ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જો કે બીજી તરફ વડિયા, ધ્રાડવઃ,પાલડી,રૈયા,જેવા અનેક ગામો માં બોગસ ડોકટર ની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે જેમાં આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

રિપોટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠા