એસ.પી.સી. કેડેટ તથા શી ટીમ દ્રારા સિનિયર સીટીઝન ની મુલાકાત સાથે કીટનું કરેલું વિતરણ

         પાવીજેતપુર તેમજ ઈટવાડામાં એસ.પી.સી. કેડેટ તથા શી ટીમ દ્રારા સિનિયર સીટીઝનો ની મુલાકાત કરી જરૂરિયાત મંદ સિનિયર સિટીઝનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ખાધા ખોરાકીની વસ્તુઓ આપવામાં આવી હતી. બે કિલો ચોખા, એક કિલો ખાંડ, ચા, તુવેર દાળ, મગની દાળ, ઘઉંનો લોટ, તેલની બોટલ, મીઠું, મરચું, મસાલા આપવામાં આવ્યા હતા. 

          આમ, પાવીજેતપુર નગરમાં તેમજ ઇંટવાડામાં એસ.પી.સી. કેડેટ તથા શી ટીમ દ્રારા સિનિયર સીટીઝનો ને રૂબરૂ મળી મુલાકાત લઇ તેઓને અનાજ ની કીટ આપવામાં આવી હતી. સિનિયર સિટીઝનો એ અનાજની કિટ મળતા એસપીસી કેડેટ તેમજ શી ટીમનો આભાર માન્યો હતો.