મહુવા તાલુકાની સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તથા સરકારી મહાવિદ્યાલય કાછલ ખાતે વાર્ષિકોત્સવ 2023ની ઉજવણી ખૂબ જ ઉત્સાહ ભેર કરવામાં આવી હતી સૌ પ્રથમ મહેમાનોને આવકારવા માટે આદિવાસી વાજિંત્રો તુર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનની ખાસ ઉપસ્થિતિ વચ્ચે આ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી 2023ના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓમાં રહેલી કલા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના આચાર્ય ડો.હેતલ એસ. ટંડેલ અને શાળા પરિવારના પ્રાધ્યાપકો દ્વારા કાર્યક્રમનું સફળ સફળ આયોજન જોતા મહેમાનોના મન મોહી લીધા હતા.