પવિત્ર રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના સીમાડા સાચવતા વીર જવાનોને રાખડી બાંધવા માટે સુરતના ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો પાસે રાખડીઓ તૈયાર કરાવીને વીર જવાનોને રાખડી બાંધવા માટે 20 લોકોની ટીમ બોર્ડર જવા રવાના થઈ. સુરત થી કચ્છ ભુજની બોર્ડર પર 11 મહિલાઓ અને ૯ ભાઈઓ રાખી કી ઝાંખીના સંદેશ સાથે રક્ષાબંધન કરીને જવાનોને મીઠાઈ ખવડાવીને મો મીઠા કરાવવામાં આવશે.

    આ સાથે મર્હુમ યુનુસ લતીફ ઓળાવવાલા ટ્રસ્ટના પ્રમુખ જુનેદભાઈ ઓરાવાલા એ જણાવ્યું હતું કે જવાનોની રક્ષામાં નાત જાતના ધર્મ જોવામાં આવતા નથી અમે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો લઈને બોર્ડર ઉપર જઈશું અને રાખડીઓ માનસિંક દિવ્યાંગ બાળકો પાસે તૈયાર કરાવીને તેમને પણ આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે રક્ષાબંધન માટે કચ્છી ભુજ ના બોર્ડર જવા નીકળેલી ટીમને સુરતના ભાજપ કાર્યાલય ખાતેથી રવાના કરવામાં આવી.