ધારાસભ્ય પ્રવિણ માળીની રજૂઆત: ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળાઓની બાકી સહાય તાત્કાલિક ચૂકવવા કહ્યું; યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય છેલ્લા ઘણા સમયથી બાકી હતી. તેમજ આ બજેટમાં પણ ફરી તેનો સમાવેશ કરી જલ્દી સહાય ચૂકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રજૂઆત કરી હતી. જેને પગલે ધારાસભ્ય પ્રવીણ માળીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે ગૌશાળાના સંચાલકોની માગને સ્વીકારી સહાય ચૂકવવા માટે રજૂઆત કરી હતી.
સરકારે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી છે અને પશુપાલન વિભાગના સચિવ કૌશિક ભીમજીયાણીને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય એ કરેલી રજૂઆને સરકારે ધ્યાને લીધી છે અને ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડને આ મામલે ચકાસણી કરી જરૂરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હોવાની લેખિત ખાત્રી આપતો પત્ર લખ્યો છે.