સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તેમજ મોરબીના ગૌરક્ષકો દ્વારા ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવી રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં અને ઝડપાયેલ આયશરના ચાલક તેમજ ક્લીનર સામે ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતોઆ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોટીલા અને મોરબીના ગૌરક્ષકોને વાંકાનેર તરફથી અમદાવાદ જઈ રહેલ બે અલગ-અલગ વાહનોમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતાં હોવાની બાતમી મળી હતી જેના આધારે હાઈવે પર અલગ-અલગ જગ્યાએ ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી જે દરમ્યાન એક આયશર પશુ ભરેલ પસાર થતાં તેનો પીછો કરતાં આયશરચાલક પથ્થરો ફેંકી વાહન સાથે નાસી છુટયો હતો જ્યારે અન્ય એક આયશરને ઝડપી પાડી તલાશી લેતા તેમાં ક્રુરતાપૂર્વક પાણી કે ઘાસચારાની સગવડતા વગર બાંધેલી હાલતમાં 8 ભેંસ અને એક પાડા સહિત 9 પશુઓ મળી આવ્યાં હતાં. જે તમામને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં જ્યારે આયશરના ચાલક દાડમસીંગ મેહુલજી સોલંકી રહે.વાંકાનેર તેમજ ક્લીનર ભરતભાઈ મેવાભાઈ સોલંકી રહે.વાંકાનેરવાળાને ચોટીલા પોલીસ મથકે લાવી પશુધારા હેઠળ ગુન્હો દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પશુઓને બચાવવામાં ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ, રધુભાઈ, દિનેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  તિથિભોજન અપાયું.. 
 
                      તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય...
                  
   ડીસા રૂલર પોલીસ સ્ટેશન દ્વારા તિરગા યાત્રા નીકળવામાં આવી 
 
                      રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મારી માટે મારો દેશ અંતર્ગત વીર જવાનોની...
                  
   દાહોદ A ડિવિઝન પોલીસ દ્વારા વ્યાજ ખોરો સામે સક્રિય થવા લોકદરબાર યોજાયો@live24newsgujarat 
 
                      દાહોદ A ડિવિઝન પોલીસ દ્વારા વ્યાજ ખોરો સામે સક્રિય થવા લોકદરબાર યોજાયો@live24newsgujarat
                  
   પાવીજેતપુર નજીક કુકણા ગામ પાસે ડાયવર્ઝન ઉપર ટ્રકે ત્રણ ગુલામટા ખાતા ડ્રાઇવર કંડક્ટર નો આબાદ બચાવ 
 
                      પાવીજેતપુર નજીક કુકણા ગામે રસ્તા નું કામ ચાલતું હોય ત્યારે ડ્રાઈવરજન ઉપર ટ્રક રોડની નીચે ઉતરી જતા...
                  
   
  
  
  
  