ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માણસા માં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિનની જાગૃતિ તથા મેડીટેશન સંદર્ભ ધ્યાન શિબિરમાં આર્ટ ઓફ લિવિંગ ના માસ્ટર સંગીતા લાલવાણી દ્વારા મેડીટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી સંસ્થાના ચંદનદીદી દ્વારા રાજ યોગ સંદર્ભ પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમજ યોગ કોચ અજયભાઈ નાયી એ યોગ- પ્રાણાયામ અને આસનો પ્રોટોકોલનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.શિબિરમાં પતંજલિ યોગપીઠ,હરિદ્વાર ના રાજ્ય પ્રભારી નેહા વ્યાસ તથા ગાંધીનગરના યોગકોચ,યોગ ટ્રેનર્સ તથા પતંજલિ યોગ સમિતિ અને બ્રહ્માકુમારી સંસ્થાના યોગ સાધકો ઉપરાંત સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા...