*ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં આનંદ ગરબાની રમઝટ જામી*
ડીસા શહેરમાં મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ આનંદના ગરબાની રમઝટ જામી હતી ચૈત્રીય નવરાત્રી માં નવદુર્ગાની ભાવપૂર્વક ભક્તિ કરવાથી સદભાવના પ્રગટે છે આને લઈને ચૈત્ર સુદ એકમથી તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ને બુધવાર થી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરતી, સ્તુતિ, તથા આનંદના ગરબાની, નવ નવ દિવસ રમઝટ જામતા ભક્તિમય વાતાવરણમાં લોકો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દર્શન તેમજ આનંદ ગરબાનો સારો લાભ લઈ માતાજીના દર્શન તેમજ પ્રસાદનો આનંદ માણતાં જોવા મળે છે નવ નવ દિવસ ડીસા નાં દરેક આનંદ ગરબા મંડળો તેમજ અમદાવાદના જાણીતા મેહુલભાઈ મોદી ના આનંદ ગરબા મંડળ રેણુકાબેન કલોલવાળા નાં આનદ ગરબા મંડળ તેમજ અમદાવાદના જાણીતા રમીલાબેન સોલંકી નાં આનંદ ગરબા મંડળો ગુરૂવાર નાં દિવસે આનંદ નાં ગરબા ની રમઝટ બોલાવી ભક્તિમય માહોલમાં મોટી સંખ્યામાં હાજર રહેતા લોકો નાચી ઉઠ્યાં હતાં આનંદ નાં ગરબા માં લોકો તરબોળ બની ગયા હતા આ ચૈત્રી નવરાત્રી મહોત્સવ પ્રસંગે સમાજના આગેવાનો પ્રમુખ શ્રી ઈશ્વરલાલ કાનુડાવાળા, દેવચંદભાઈ હેરૂવાલા, કનુભાઈ ભરતિયા, નટવરલાલ હેરૂવાલા, શેલૈષભાઈ મહેસુરીયા, વિનોદભાઈ પંચીવાલા, બકુલભાઈ ભરતિયા, જયેશભાઈ કાનુડાવાલા, જયેશભાઈ મુજપુરા, વિપુલભાઈ બાંડીવાલા, ગીરીશભાઈ પાટલાવાળા, વિગેરે સમાજ યુવાનો ખડેપગે હાજર રહી સુંદર સેવા બજાવી હતી...
રિપોર્ટ ભરત ઠક્કર ડીસા